વરસાદ
ક્યારેક ગડગડાટ તો ક્યારેક સુસવાટ એટલે વરસાદ,
આકાશને જ્યારે ફુટે હેતનાં ફુવારા એટલે વરસાદ,
તરસતી ધરતીની સંતોષાતી તૃષ્ણા એટલે વરસાદ,
પોતાના જ રંગોથી ખેલાતી પાંદડાંઓની ધુળેટી એટલે વરસાદ,
બે છબછબીયાં કરતાં બુટ ને નીતરતો રેઈન્કોટએટલે વરસાદ,
કાદવ, કાદવ એ પેન્ટ અને તણાંતા ટ્રેનના પાટા એટલે વરસાદ,
થાકી ગયેલી ટ્રેનોનું વેકેશન અને ગાડીનો જકુઝી એટલે વરસાદ,
મરીનડ્રાઇવ પર મોટરસાઇકલની સવારી એટલે વરસાદ ,
ઉડી જતી છત્રીએ કરેલી છેડછાડ એટલે વરસાદ ,
અરબી સમુદ્રની ઉજાણી એટલે વરસાદ,
ગરમ ચા અને પ્રેમગીતો વગાડતો રેડિયો એટલે વરસાદ,
ભજિયાં, સમોસાં અને પાઉંવડાની ઘરાકી એટલે વરસાદ,
માખીઓની પંગત અને હવાયેલી દિવાસળી એટલે વરસાદ,
ભીના છાપાં પર થતી અક્ષરોની જુગલબંદીએટલે વરસાદ ,
ગાડીની હેડલાઇટમાં તનકતારાનો ભાસ એટલે વરસાદ ,
છાપરાંનીચે આંખો મીંચી રાહ જોતી ગાય એટલે વરસાદ ,
પ્રિયતમાનાં હદયમાં ઉછળતી પ્રેમની ઊર્મિઓ એટલે વરસાદ,
એને જોઈ ગાંડો થતો પ્રીતમના હદયનો ધબકાર એટલે વરસાદ.
————————
કવિતા : @ જાગૃતિ દોશી ૨૦૨૪
👍👍
જવાબ આપોકાઢી નાખો