મારી આ કવિતા ઈન્ડિયન આર્મીને સમર્પિત છે . We are proud of you , Indian Army !!!
લાલ , લાલ ધરતી અને આકાશ આખું લાલ થાય ,
હવા પણ તારાં ધાવ પર મીઠાની જેમ ફુંકાય ,
માણસ હોય કે જનાવર , નજર ન ચુકે સહેજે ,
હે સૈનિક ! તું હાવજ થઈને ત્યાં ઉભો રહેજે .
તું તો જન્મ્યો જ લઈને ભિન્ન વૃતિ ,
સેવાભાવ જન્ની માટે એ જ તારી પ્રકૃતિ ,
મા વિલાપે તોય ,પિતાનું ગૌરવ તું જાળવજે,
હૈ સૈનિક ! તું હાવજ થઈને ત્યાં ઉભો રહેજે.
આંય મિત્રો પડયા છે સુખસુવિધાઓમાં,
કોઈ વિદેશ ગયા તો કોઈ ચમક્યા ધંધામાં,
એમની જાહોજલાલી તું ફોન થકી જોતો રહેજે,
હે સૈનિક ! તું હાવજ થઈને ત્યાં ઉભો રહેજે.
નિસ્બત નથી તારા અંગો કે નામ સાથે ,
કદાચ ન મળે તને ચંદ્રક પણ મંત્રીના હાથે,
છતાં મનને પ્રબળ કરી, નિર્બળનો પહેરેદાર તું બનજે,
હૈ સૈનિક ! તું હાવજ થઈને ત્યાં ઉભો રહેજે.
જયહિંદ!!!
રચના : જાગૃતિ દોશી ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો