હવે બધું બહું જ અનુભવવાનું ,
હાથમાં ફોન છે , ફોનમાં શબ્દો ,
શબ્દોમાં સંવેદના , ઉછીની વેદના.
આખી દુનિયા ફોનમાં આવે,
સાથે સાચા ,ખોટા ,ચિત્ર , વિચિત્ર વિચારો લાવે.
એક ઘડી સેન્સેટિવ થવાનું,
બીજી ઘડી
ફોન કહે " પેલું ફોર્મ ભર".
ફોન નચાવે એમ નાચવાનું,
ઉઠાડે પણ એ જ ,
સુવાડે પણ એ જ,
મિનિટે મિનિટે હસાવે સહેજ.
હજારો ફોટા ,ફોટામાં સારું દેખાવાનું,
કોઈ કોમેન્ટ કરે કે ન કર,
એ સુધા ન સહન થવાનું.
ભાવ બધા છે કેદ ફોનમાં,
હવે નિષ્ભાવ ચહેરાને કોણ જોવાનું.
ફોન ચમત્કારથી ઓછો નથી,
સાથ ,સંગાથ ,સલાહ ,સુચન
હવે કોઈની જરૂર નથી.
જીવન જીવવાની બધી માહિતી
અહીં મળશે,
અરે ,,,,, !!!! ભાવથી કરેલી ભક્તિ પણ ફળશે.
નામ જબરૂં મારા સ્માર્ટ ફોનનું
હેડફોન રહે જેમ હેડ પર.
એમ આઈસ ની સામે રહે આઈફોન
એલિયન કેટલા સ્માર્ટ,
આ સવાલ આવે ફરીને,
એલિયનની જેમ સ્માર્ટ બનાવે
એલીયનેટ કરીને.
પહેલા પોતાના અભિપ્રાય પર
ક્યાં હતો ભરોસો,
પોતાનું પરમ મહત્ત્વ સ્થાપતા
થતા વર્ષો.
આખી દુનિયા ની પંચાતમાં હવે ગૂંથાયેલો,
google પર મળ્યો માણસ,
જે વેબમાં ખોવાયેલો.
આજ્ઞા કરીતા તો વખાણવા જેવી,
સૂચના માત્ર એક જ વાર દેવી,
હપ્તા એ ભરાવે ,
રોજ દવા લેવાનું ય યાદ કરાવે,
કર્મનું બંધન બંને નિભાવે,
માણસ ચાર્જ કરે ફોનને
ફોન માણસને.
રચના : જાગૃતિ દોશી ૨૦૨૪
Courtesy : સ્માર્ટફોન
ઈન્ટરનેટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો