આજે પહેલી વાર બલોગ લખવાની શરૂઆત કરું છું સાંભળીને વરસો જુની , એક ચોપડીમાં સમાયેલી કવિતાઓ હરખાઈ ગઈ . ઘણા લેખો તો ઉઘાડા પડવાની વાતથી મુંજાઈ ગયા. મારું નામ જાગૃતિ દોશી છે , હું એક પત્ની , મા અને શબદપ્રેમી છું લગભગ ૧૯૯૦ ની સાલથી મને કવિતા , શાયરી , લેખ લખવાનો શોખ જન્મ્યો . મને પેંટીંગ , કુકીંગ અને B/W ફોટાનો પણ ઘણો શોખ છે. શરુવાતમાં હિંદી , મરાઠી , ઈંગલીશ અને ગુજરાતીમાં લખતી. હવે ગુજરાતી અને ઈંગલીંશમાં જ લખવું છે.મે લેખનમાં કોઈ ખાસ તાલીમ નથી લીધી. આ ગુજરાતી કી પેડ વાપરતા હજી શીખી રહી છું તો કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. કદાચ કોઈવાર શાયરી પણ share કરીશ.ઘણા બધા વિચારો, અનુભવો અને અનુભાવો મગજથી પેનનો પ્રવાસ કરવા માટે આતુર છે Nomad જેવું મારું મન જે બધે હોય પણ ક્યાંય પણ ન હોય , માત્ર બધા ભાવો અને અનુભવોને સાથે લઈને ચાલતું હોય. હું આભારી છું બધાં લેખક અને કવિઓની, જેમની રચનાઓ મેં વાંચી અને માણી છે જેનાથી કાંઈક લખવાની ઇચ્છા મારામાં પણ સ્કૂલ સમયથી જાગી છે. હવે આ શોખને હું વાચકો સુધી પહોંચાડવા માંગું છું , અહીં લઘુકથા , કવિતા કે લેખ અહીં પોસ્ટ કરીશ . આનંદમાં રહેજો…….વાંચતા રહેજો.
મેં ઓનલાઈન બહું બધી જગ્યાએ Nomad શબ્દનો ઉપયોગ જોયો તેથી મેં હવે Nomad શબ્દ વાપરવાનું બંધ કર્યું છે. બે દિવસ પછી તમે મને
www.sabdonisaathe-jag.com થી સર્ચ કરી શકશો.
તમને લેખન ગમે તો comment અને subscribe કરો જેથી મને publish કરવાની પ્રેરણા મળે.
Email subscription link is on bio page. ઈમેલ સબસ્ક્રિપ્શન લિન્ક બાયોપેજ પર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો