પોસ્ટ્સ

વંશવેલો

                             વંશવેલો                                                                                                            “ મેં તુમ્હેં ભૂલ જાઉં યે  હો નહી  સકતા ઓર તુમ મુજે ભૂલ  જાઓ યે મેં હોને નહીં દૂંગા . ” જ્યારે વંશવેલો શીર્ષક સાંભળ્યું ત્યારે આ ફિલ્મી ડાયલોગ યાદ આવ્યો .  તમે વિ...

આધુનિકીકરણ / અનુકરણ

                આધુનિકીકરણ / અનુકરણ                એક જમાનામાં આપણે ત્યાં દરજીને કપડાંની સાથે શાકભાજી લેવાની થેલીઓ શીવવાં અપાતી . ૯૦ની સાલમાં પ્લાસિ્ટકની થેલીઓનો દૌર શરુ થયો અને કપડાંની થેલી લઈ જવામાં ખાસ કરીને યુવાનોને શરમ આવવા  લાગી. ડોકટરને ત્યાં જતી વખતે ખાલી  શીશી લઈ જતા અને ડોકટર એમાં સીરપ ભરી આપતાં . ટીશયું પેપર , વાઈપ્સ આ બધાનો તો ખ્યાલ પણ ન હતો. કહેવાનો અથૅ છે કે આપણી એક જીવન શૈલી હતી જે  પશ્રિચમી દેશો કરલાં અનોખી હતી. Sociology  ( સામાજીક શાસ્ઞ) માં Moedenization ( આધુનિકીકરણ ) અને Westernization (  પશ્ચિમીકરણ ) આ બે અલગ વિષયો છે. આપણે  પશ્ચિમીકરણને જ આધુનિકીકરણ સમજી લીધું છે. જે વિદેશી દેશો કરે એ આપણને ગમે પણ આપણું હલકી ગુણવતાવાળું લાગે છે. ભાષાથી લઈ પોશાક , રહેણી સહેણી હવે બધું જ આધુનીક જોઈએ.        જેમ આપણે  પશ્ચિમીકરણ અપનાવ્યું છે એમ  પશ્ચિમી નાગરિક...

મળવું અને છૂટાં પડવું. - Malvu ane chuta padvu.

                                                         મળવું અને છૂટાં પડવું.                  સાગર મારી પાસે આવીને આમ દૂર કેમ જતો રહે છે, શું એને મારો સંગાથ ગમતો નથી ? જે,  જે તે આપે છે તે બધું હું સ્વીકારું છું , એને પ્રેમથી  આવકારું છું. એ આમ મારી પાસે આવીને દુર કેમ જતો રહે છે? અંબર  તરફ  એને વધારે ખેંચાણ છે. અંબરની  મોહકતા મારા કરતા વધારે છે એટલે ? પ્રભાતથી  સંધ્યાકાળ લગી અંબરને  છે સુર્યનો સાથ. રાત્રીમાં અંબરમાં  ઝબુકતા તારલીયાઓ મને  મારી વિવશતા પર હસતા લાગે છે. સાગર શાંત હોય અને ચંદ્રિકા એના પર પથરાય એ મોહક અને રમ્ય શાંતિમાં મને મારો જ વિલાપ સંભળાય છે. અંબરેથી નિરખતો શશી અને ઉગતો અને આથમતો રવિ મને મારામાં જ કાંઈ ખોટ છે એમ વર્તાવે છે. સાગર ને પામવા હું શું કરું ? હું ઊંડી ઉતરી જાઉં જેથી સાગર મારામાં સમાઈ...

Pachha Valta

         મારી વાર્તા “સંપેતરું”  માં મેં જે ભાવનાઓની વાત કરી છે ,  એના પરથી આ કવિતા લખી છે . આજે સૌનું જીવન બહું  વ્યસ્ત છે તેથી  સૌની લાગણીઓ પણ પરિસ્તીથી પ્રમાણે બદલાતી રહે છે , પરંતુ જે લોકો વિદેશ ગયાં હોય છે  ,  તેઓ જાણે ટાઈમ કેપ્સ્યુલમાં કેદ થઈ ગયા હોય છે . એમનું મન એમને એજ હૂંફની લાલસામાં  પાછું લાવ્યું  હોય છે .                                          પાછા  વળતા…….   આજીવિકા શોધવા ગયેલો વાનર પાછો વળ્યો,  મંદ મંદ મલકાતો ઘેર જવા ઉતાવળો,  વિચારતો, કેવું સુંદર એ લીલુંછમ ઝાડ મારું ! ,  વર્ષો એના પર ટીંગાટા મારા ભાઈ ભાંડુ,  હવે ફરી સાથે મળીને ખૂબ આનંદ માણશું,  પાસેના તળાવમાં ,મસ્ત થઈ  ડુબકી લગાવશું,    ફરી કુદશું એ જાણીતી વડવાઈઓમાં,  હુંફ પામશું એક બીજાના સાદા સંવાદોમાં,  ત્યાં દેખાયો દરવાજો મોટો , ઘેર પહોંચતા,  વાનર  માને , હમણાં આવશે બધા એને ખ...

varsaad

                                            વરસાદ ક્યારેક ગડગડાટ તો ક્યારેક સુસવાટ એટલે વરસાદ, આકાશને જ્યારે ફુટે હેતનાં ફુવારા એટલે વરસાદ, તરસતી ધરતીની સંતોષાતી તૃષ્ણા એટલે વરસાદ, પોતાના જ  રંગોથી ખેલાતી પાંદડાંઓની ધુળેટી એટલે વરસાદ, બે છબછબીયાં કરતાં બુટ ને નીતરતો રેઈન્કોટએટલે વરસાદ, કાદવ, કાદવ એ પેન્ટ અને તણાંતા ટ્રેનના પાટા એટલે વરસાદ, થાકી ગયેલી ટ્રેનોનું વેકેશન અને ગાડીનો જકુઝી એટલે વરસાદ, મરીનડ્રાઇવ પર મોટરસાઇકલની સવારી એટલે વરસાદ , ઉડી જતી છત્રીએ કરેલી છેડછાડ એટલે વરસાદ , અરબી સમુદ્રની ઉજાણી એટલે વરસાદ,  ગરમ ચા અને પ્રેમગીતો વગાડતો રેડિયો એટલે વરસાદ, ભજિયાં, સમોસાં અને પાઉંવડાની ઘરાકી એટલે વરસાદ, માખીઓની પંગત અને હવાયેલી દિવાસળી એટલે વરસાદ, ભીના છાપાં પર  થતી અક્ષરોની જુગલબંદીએટલે વરસાદ , ગાડીની હેડલાઇટમાં તનકતારાનો ભાસ એટલે વરસાદ , છાપરાંનીચે આંખો મીંચી રાહ...

ફરિયાદ - Fariyaad

     વૈષ્ણવોના ઘરમાં બાલકૃષ્ણની સેવા થાય છે. એને ભગવાન તરીકે નહીં પણ ઘરનાં એક સદસ્યની જેમ જ સચવાય છે . બાળક જન્મવાનું હોય ત્યારે જે ઉજાગરા થાય એવું જાગરણ જન્માષ્ટમી પર કરાય . આખો દિવસ ઉપવાસ કરી સાંજે પારણું તૈયાર કરવાનું. ફૂલોથી એને સજાવવાનું . મધરાત્રે આરતી ભોગ  કરીને કૃષ્ણને વધાવવાનો.   માત્ર જન્મથી વાત પૂરી નથી થતી હવે તો આ બાળકને પ્રેમથી ઉછેરવાનો . ભગવાન બીજા હોય પણ બાલકૃષ્ણ એટલે ઠાકોરજી , કાનો કે લાલો . એક નટખટ બાળક જે આપણને એની માયામાં મુગ્ધ કરી નાખે . એને લાડ લડાવવા પડે , એને જગાડવાનો , નવડાવવાનો, વસ્ત્ર શણગાર પહેરવવાના , ટોપી , મુકુટ , માળા , મોરપિચ્છ અને વાંસળી હાથે ,  ભોગ ધરવાનો , અને પોઢાડી પણ દેવાનો . એનું હુલામણું નામ એટલે ઠાકોરજી . ઠાકોરજીનો તો શું રુવાબ , એમના કપડા , શણગાર , અને રમકડાં પણ એની નિયમીત જગ્યા પર રખાય , એમનાં વાસણો પણ જુદાં , સોફા જેવી બેઠક જેની પર મખમલના ગાદી તકિયા અને રજાઇ . સુતી વખતે મંદિર બંધ જોઈએ જેથી ખલેલ ના થાય .   ઠાકોરજીને સવારે ઉઠાડતી વખતે , “ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા “ તો નવડાવતી વખતે  “ જમના જળમ...

પંખી- Pankhi

કવિ કલાપીની રચના ,  “ તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો “  સ્કુલમાં વાંચી હશે .  એનાથી પે્રીત થઈને લખેલી મારી  જુની કવિતા,                           પંખી.                       તે પંખીની ઉપર પથરો ફેંકતા,  નહી ફેંકાયો ,  ઘણું કર્યું છતાં હાથ નહીં લંબાયો ,  હૃદય એનું હતું પણ વેદના મારી હતી ,  પંખી પણ મારું મનભાવતું હતું .  પંખી , તે મિત્ર તારી મૈત્રીનું છે ,  શંકાનો કઠોર પથરો છે,  મનનું સમાધાન તો થતાં થાત ,                                       પણ જીગરજાન મૈત્રીનું પંખી                                                              ઉડી  જાત  . રચન...